સુરત: રૂ.૨ કરોડના ખર્ચે એસ.ટી. નિગમની અદ્યતન સુવિધાયુક્ત ૧૦ નવીન વોલ્વો બસોને સુરતના વાય જંક્શન પરથી લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવતા કેન્દ્રીય જળશક્તિ મંત્રીશ્રી સી.આર.પાટીલ

સુરત: રૂ.૨ કરોડના ખર્ચે એસ.ટી. નિગમની અદ્યતન સુવિધાયુક્ત ૧૦ નવીન વોલ્વો બસોને સુરતના વાય જંક્શન પરથી લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવતા કેન્દ્રીય જળશક્તિ મંત્રીશ્રી સી.આર.પાટીલ *વાહન વ્યવહાર રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી અને વન-પર્યાવરણ રાજ્ય મંત્રીશ્રી મુકેશભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિ* ------ ◆» *નવીન વોલ્વો બસો દિવાળીના તહેવારમાં રાજ્યના નાગરિકો માટે ન્યૂનતમ ખર્ચ અને મહત્તમ સુવિધા સાથેની અત્યંત આધુનિક સવારી* ◆» *આવનારા દિવસોમાં રાજ્ય સરકાર દ્વારા ગામ-શહેરોને જોડતી વધુ બસો શરૂ કરી નાગરિકોની રોજિંદી સુવિધા-સુખાકારીમાં વધારો કરાશે:* :- *વાહન વ્યવહાર રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી* ------- કેન્દ્રીય જળશક્તિ મંત્રીશ્રી સી.આર.પાટીલે વાહન વ્યવહાર, ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી અને વન-પર્યાવરણ રાજ્ય મંત્રીશ્રી મુકેશભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં સુરતના વાય જંક્શન પરથી રૂ.૨ કરોડના ખર્ચે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ(GSRTC)ની ૧૦ નવીન અદ્યતન વોલ્વો બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. નવી વોલ્વો સુરતથી અમદાવાદ, વડોદરા અને રાજકોટના રૂટ પર આવાગમન કરશે. મંત્રીશ્રીઓએ વો...